Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર-ગજેરા રોડ પર ગંભીર અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે મોત : ટેકટર અને વાન વચ્ચે ભીષણ ટક્કર, વાનના ચીથડા ઉડ્યા; ટેકટર ચાલક ફરાર

Share

 

જંબુસર તાલુકાના ગજેરા રોડ ઉપર મોડીરાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, ગજેરા રોડ ઉપર ટેકટર અને વાન ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાન ગાડીના ચીથડા ઉડી ગયા હતા. અકસ્માતમાં વાનમાં સવાર સાબિર ઉસ્માન મલેક (ઉં.વ. 22) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ટેકટરનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને આસપાસના ગામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડાભા ગામના સરપંચ સબ્બીર આલમ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે તેમજ ફરાર ટેકટર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

ગોધરા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ: આર્થિક, આરોગ્‍ય, આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, કાનૂની, યોજનાકીય જાણકારી આપાઇ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જતાં નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!