Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત: પતિ-પત્નીને ગંભીર ઈજાઓ, પતિના ડાબા પગમાં ત્રણ ફ્રેક્ચર : વહાલુ સરનાર ગામના બસ સ્ટેન્ડથી એક કિલોમીટર આગળ પેટ્રોલ પંપ પાસે સ્વીફ્ટ કારચાલકે અચાનક વળાંક લેતાં બાઇક સાથે ટક્કર મારી; 108 મારફતે બંનેને હોસ્પિટલ ખસેડાયાં

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નજીક વહાલુ સરનાર ગામના બસ સ્ટેન્ડથી આશરે એક કિલોમીટર આગળ આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે સ્વીફ્ટ કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જંબુસર તરફથી ભરૂચ તરફ આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે અચાનક પેટ્રોલ પંપ તરફ કાર વાળતાં બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

મળતી માહિતી મુજબ, સુરતના ભરથાણા કોસાડ ખાતે રહેતા 55 વર્ષીય રમણભાઈ ધુડાભાઈ દેસાઈ હીરા ઘસવાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની પાર્વતીબેન સાથે હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ-5-KR-5812 પર સવાર થઈ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામે સાસુના માતાના બેસણામાં જવા નીકળ્યા હતા.

દરમિયાન સવારે આશરે 10 વાગ્યાના સુમારે વહાલુ સરનાર ગામના બસ સ્ટેન્ડથી આગળ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે જંબુસર તરફથી ભરૂચ તરફ આવી રહેલી મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ-16-DP-4825ના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી અચાનક પેટ્રોલ પંપ તરફ વળાંક લીધો હતો. આ દરમિયાન કાર બાઇક સાથે અથડાતાં પતિ-પત્ની રોડ પર ફંગોળાઈ ગયાં હતાં.

અકસ્મતમાં રમણભાઈને ડાબા પગમાં ત્રણ ફ્રેક્ચર તથા કમરના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે પત્ની પાર્વતીબેનને કપાળના ડાબા ભાગે ચાર ટાંકા આવ્યા હતા અને શરીરે મૂઢમાર વાગ્યો હતો. રાહદારીઓએ 108ને જાણ કરતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ બનાવ અંગે રમણભાઈ દેસાઈએ સ્વીફ્ટ કારચાલક સામે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

અંકલેશ્વર : માંડવાના ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવતા મહિલા અને બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો.

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે જુગાર રમતા ત્રણ ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાનોલી પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દમલાઇ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!