Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ભાજપમાં સંગઠન બેઠકની ગેરહાજરી મુદ્દે કાર્યવાહી, જંબુસરના 25 સભ્યોને નોટિસ : જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડનો કડક અભિગમ, પાંચ દિવસમાં લેખિત ખુલાસો આપવા આદેશ

Share

ભરૂચ : આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શિસ્ત અને સંગઠનાત્મક કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ગત 22 ઓક્ટોબરે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયેલી સંગઠનાત્મક બેઠકમાં ગેરહાજર રહેલા જંબુસર નગરપાલિકા અને તાલુકા પંચાયતના કુલ 25 સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બેઠકમાં જંબુસર નગરપાલિકાના 16 પૈકી 15 સભ્યો તેમજ જંબુસર તાલુકા પંચાયતના 10 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીને ગંભીરતાથી લઈને સંબંધિત તમામ 25 સભ્યો પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. નોટિસમાં ગેરહાજર રહેવાનું કારણ દર્શાવી પાંચ દિવસમાં લેખિત જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ કાર્યવાહીથી જિલ્લા ભાજપ સંગઠનમાં શિસ્ત અને સંગઠનાત્મક બેઠકોમાં હાજરીને લઈને ચર્ચા શરૂ થઈ છે. હવે સભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા ખુલાસા બાદ પક્ષનું મોવડીમંડળ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

બીજી તરફ, ભરૂચ અને અંકલેશ્વરના કેટલા સભ્યોને નોટિસ આપવામાં આવી છે તે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. પરિણામે આ વિસ્તારોમાં નોટિસ અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.


Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે આજે સરપંચની ચુંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ.

ProudOfGujarat

પાલેજ કુમારશાળામાં ૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવાના શપથ સાથે કરાઈ

ProudOfGujarat

રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાર્ગ પર રોટ્રેક્ટ કલબે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!