Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સિટી સેન્ટર ખાતે ST કર્મચારીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો : જિલ્લા આરોગ્ય વિભાગ અને PHC ધોળીકૂઈના સહયોગથી આયોજન, 200થી 250 કર્મચારીઓએ લીધો લાભ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ સિટી સેન્ટર ખાતે એસટી વિભાગના કર્મચારીઓના આરોગ્યની તપાસ માટે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ પીએચસી ધોળીકૂઈના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 200થી 250 જેટલા કર્મચારીઓએ આરોગ્ય તપાસણીનો લાભ લીધો હતો.

ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, એસટી નિગમ દ્વારા કર્મચારીઓના આરોગ્યને લઈને સમયાંતરે ગંભીરતા દાખવી વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એસટી કર્મચારીઓ સતત મુસાફરોની સેવામાં કાર્યરત રહેતા હોવાથી તેઓ સ્વસ્થ રહે અને પોતાની ફરજ અસરકારક રીતે બજાવી શકે તે હેતુથી આ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કર્મચારીઓની વિવિધ પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓએ કેમ્પનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી.


Share

Related posts

ઝધડીયા પો.સટે.ના મારામારીના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ડાંગ કલેકટર ને આવેદનપત્ર અપાયુ

ProudOfGujarat

પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે નવતર પ્રોજેક્ટ હાથ ધરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!