Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના બોરિયા ગામેથી ઉમરા સતકૈવલધામ માટે 28મો પદયાત્રા સંઘ રવાના : 50થી વધુ યુવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા, ‘સત્ કૈવલ સાહેબ’ના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન

Share

 

વાંકલ ।

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરિયા ગામેથી ભગવાન કરુણાસાગર મંદિર, ઉમરાધામ ખાતે યોજાનારા ભવ્ય પાલખી મહોત્સવમાં ભાગ લેવા માટે 28મો પદયાત્રા સંઘ ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રવાના થયો હતો. ગામના યુવાનો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાન તપસ્વી રઘુરામ મહારાજની તપોભૂમિ એવા ઉમરા સતકૈવલધામ ખાતે ભાદરવા સુદ અગિયારસ (જળઝીલણી એકાદશી)ના પાવન પર્વે ભવ્ય પાલખી મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે બોરિયા ગામના યુવાનો દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે.

રમેશભાઈ ચૌધરીના સફળ આયોજન હેઠળ નીકળેલી આ પદયાત્રામાં ગામના 50થી વધુ યુવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ‘સત્ કૈવલ સાહેબ’ના નાદ સાથે પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું. પદયાત્રીઓને લઈને ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

તમામ પદયાત્રીઓ પગપાળા ઉમરાધામ પહોંચશે, જ્યાં ભગવાન કરુણાસાગરના દર્શન કરી ભવ્ય પાલખી મહોત્સવમાં ભાગ લેશે. ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાને જાળવી રાખતી આ પદયાત્રા ગામના યુવાનોમાં ઉત્સાહનું પ્રતીક બની છે.


Share

Related posts

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

ભરૂચમાં બુટલેગરના ભાઇએ ઝૂપડામાં ઘુસી સગીરા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ

ProudOfGujarat

મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે SIT રચી તપાસ કરવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!