Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્રેડ પે સુધારણાની માંગ સાથે લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર : ભરૂચ-નર્મદા જિલ્લા યુનિટના કર્મચારીઓએ સીટી સર્વે કચેરી બહાર ધરણાં યોજ્યાં, માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી

Share

 

ભરૂચ ।

Advertisement

જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સુધારણાની માંગણીઓનો ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા યુનિટ દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓએ ભરૂચ સીટી સર્વે કચેરી બહાર ધરણાં યોજી પોતાની પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.

લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા ગ્રેડ પે સુધારણા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને 11 સપ્ટેમ્બરથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં પેન ડાઉન અને માસ સીએલ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જોકે, આંદોલન બાદ પણ સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ ઉકેલ ન આવતાં કર્મચારીઓએ હવે અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

ધરણાં દરમિયાન આંદોલનકારી કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી દ્વારા ગ્રેડ પેમાં સુધારણા માટે આશરે એક વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેના કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

કર્મચારીઓએ ગ્રેડ પે સુધારણા સહિતની તમામ પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. સાથે જ જ્યાં સુધી માંગણીઓનો અમલ નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓના આંદોલનને પગલે જમીન દફતર ખાતાની કામગીરી પર અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ની મહામારીમાં દુઃખદ અવસાન પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ProudOfGujarat

ઝધડિયા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશનમાં વીજ કરંટ લાગતા એક કામદારનું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat

વાંકલ : શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!