Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રૂ.4.88 કરોડના ખર્ચે અદ્યતન મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ :  જ્યોતિનગર પાણીની ટાંકી પાસે તૈયાર કરાયેલા ફાયર સ્ટેશનમાં 7 ફાયર ટેન્ડર પાર્કિંગ સાથે 21 આવાસોની સુવિધા, શહેર સહિત જિલ્લામાં ઝડપી બચાવ કામગીરીને વેગ મળશે

Share

 

ભરૂચ ।

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જ્યોતિનગર પાણીની ટાંકી પાસે રૂ.4.88 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષાના અદ્યતન ‘મોડલ ફાયર સ્ટેશન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિતના સદસ્યો તથા ફાયર બ્રિગેડની ટીમની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

 

વિશાળ જગ્યામાં તૈયાર કરાયેલા આ મોડલ ફાયર સ્ટેશનમાં એકસાથે સાત જેટલા મોટા ફાયર ટેન્ડર તેમજ અન્ય ફાયર વાહનોના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ફાયર બ્રિગેડના કર્મચારીઓને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે પરિસરમાં જ 21 જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સુવિધાઓના કારણે આગ અને અન્ય આપત્તિના સમયે ફાયર વિભાગની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે.

 

લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં આગ સહિતની વિવિધ આપત્તિઓ દરમિયાન અસરકારક કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો, ક્રેન સહિતની સુવિધાઓ તેમજ કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

નવા ફાયર સ્ટેશનના કારણે ભરૂચ શહેર ઉપરાંત ઝાડેશ્વર, ભોલાવ અને તવરા સહિતના આસપાસના વિસ્તારોમાં આગની દુર્ઘટના સમયે ઝડપી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાશે. ખાસ કરીને હાઈરાઈઝ ઇમારતો અને ઔદ્યોગિક વિસ્તારોમાં આગની ઘટનાઓ દરમિયાન આ સ્ટેશન મહત્વપૂર્ણ સાબિત થશે.

 

કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ચૂંટાયેલા સભ્યો તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જીવના જોખમે ફરજ બજાવતા અગ્નિશામક દળના જવાનોને તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા મોડલ ફાયર સ્ટેશનથી ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં અગ્નિશામક સેવાઓ વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ગાંધીઆશ્રમ ની મુલાકાત લઈ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આશ્રમના બાળકોને શિક્ષણલક્ષી ચીજવસ્તુઓ આપી

ProudOfGujarat

ભરૂચ : પાલિકા દ્વારા પ્રજાને ભ્રમિત અને ગુમરાહ કરવાનો હિંદુસ્તાન નિર્માણ દળનો જાહેર ખુલાસો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક પર 95 ઉમેદવારો મેદાનમાં, હાંસોટ 12 નંબરની બેઠક બિનહરીફ, જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!