વાંકલ :: માંગરોળ તાલુકામાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ મતાધિકારથી વંચિત ન રહે તે હેતુસર ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકા મથકે આવેલ કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત કોમ્યુનિટી હોલ ખાતે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ મતદાન પ્રક્રિયામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ જવાનો સહિતના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિવસ દરમિયાન મતદાન માટે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
Advertisement
સાંજ સુધીમાં કુલ 245 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 193 પુરુષ અને 52 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થતાં અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
