Proud of Gujarat
FeaturedGujaratINDIA

વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ.

Share

વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ કરાયું હતું. ‘એનિમલ કેર સેન્ટર’ અંતર્ગત વીર-પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. એનિમલ કેર સેન્ટર’ પરિસરની મુલાકાત લઈ પ્રાણી-પક્ષીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે મંત્રી માહિતગાર થયાં હતાં.

આ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, ‘માનવસેવા કરનારા ઘણાં લોકો હોય છે, પરંતુ અબોલ પશુપક્ષીઓની સેવા કરનાર જૂજ લોકો હોય છે. પર્યાવરણની જાળવણીમાં સક્રિય પ્રદાન આપનાર સુરત નેચર ક્લબની પ્રાણીસેવા પ્રવૃત્તિ સરાહનીય છે. માનવીએ સ્વવિકાસની સાથોસાથ પર્યાવરણ અને ઈકોસિસ્ટમના અભિન્ન અંગ સમાન પ્રાણી-પક્ષીઓની કાળજી અને સુરક્ષા માટે વિચાર કરશે ત્યારે જ સમતોલ વિકાસ થઈ શકશે.’

ઉપસ્થિત સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર કરવો એ આપણી સંસ્કૃત્તિ છે. નેચર ક્લબની પ્રવૃત્તિઓની સરાહના કરી નિ:સ્વાર્થ સેવા બદલ સમગ્ર ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં. સેન્ટરના પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તેમણે વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ અને સુરત નેચર ક્લબના પ્રમુખ સ્નેહલ પટેલ, હોદ્દેદારો આશિષ વકીલ, હિરેન પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પાટણમાં દલિત અગ્રણીએ આત્મવિલોપન કર્યું !!

ProudOfGujarat

વડોદરા તેમજ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની ચિંતન બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ગામેથી ઝેરી સાપ પકડાયો સેવ એનિમલની ટીમના સભ્યોએ સાપને ઝડપીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!