Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના સારસા ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વયોવૃદ્ધ નાગરિકો અને કોરોના યોદ્ધાઓનું કરાયુ સન્માન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ પ્રેમીલાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. અત્રે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, સરપંચ પ્રેમીલાબેન વસાવા, યુવા કાર્યકરો હિરલ પટેલ તેમજ સતિષ પટેલ, ઉપ સરપંચ ભાવિશાબેન પટેલ માજી સરપંચ ચંદુભાઇ વસાવા, પ્રા.શાળાના આચાર્ય સુરેશભાઈ ચૌહાણ, તલાટી સુરેશભાઈ પરમાર, પંચાયત સદસ્યો ચંપાબેન વસાવા, કિરણ કપ્તાન, ગંગાબેન વસાવા, બાબરભાઇ પરમાર તેમજ નર્મદાબેન વસાવા અને ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ દ્વારા ગામની ૩૫ જેટલી વયોવૃદ્ધ વ્યક્તિઓનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોરોના મહામારી દરમિયાન સેવા આપનાર નવ જેટલા કોરોના યોદ્ધાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ઉજવણી માં ઘાતક હુમલો કરનાર તત્વો ની ધરપકડ કરી સખ્ત પગલાં ભરવા ની માંગ સાથે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર જવાહર બાગ સામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઇ વસાવાની જીત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!