Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર.

Share

પંચમહાલ જિલ્લા હિન્દુ રક્ષા મંચ દ્વારા ધંધુકા નગરમાં યુવાનની કિશન ભરવાડની હત્યા મામલે વહીવટીતંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતના ધંધુકા નગરમાં એક હિન્દુ યુવાન કિશન ભરવાડની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાના તાર પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ સાથે જોડાઈ ગયા છે. ત્યારે કટ્ટરવાદીઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે. હિન્દુ રક્ષા મંચ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આવા કટ્ટરવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને તેમને ફાંસીની સજા આપવામાં આવે. ગુજરાતમાં કટ્ટરવાદ ચાલી શક્યો નથી અને તેમની સામે કાર્યવાહી કરવા વિનંતી છે, આવેદન આપવા હિન્દુ રક્ષા મંચના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ ફાયર વિભાગ દ્વારા વિવિધ સેન્ટરોમાં મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

તિલકવાડાના સબ સ્ટેશનમાં ભીંસણ આગ:50થી વધુ ગામોમાં અંધારપટ…

ProudOfGujarat

લગ્નની લાલચ આપી દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!