Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા આમોદ પાલિકાના સફાઈ કામદારોની અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે લીધી મુલાકાત.

Share

આમોદ નગરપાલિકા સામે છેલ્લા ઘણા સમયથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કામદારોની રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર તથા રાષ્ટ્રીય મહાસચિવ કુમુબેન પરિહારીએ મુલાકાત લેતાં તેઓનું સફાઈ કામદારોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ સફાઈ કામદારના રાષ્ટ્રીય અધ્યક્ષે પાલિકાના સફાઈ કર્મીઓના પી.એફ.ના નાણાં તેમજ પાલિકાના કર્મીઓને ખોટી રીતે છુટા કરીને પોલીસ કેસ કરવામાં આવ્યા હોવાથી અખિલ ભારતીય સફાઈ કામદારના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર તથા રાષ્ટ્રીય સચિવ કુમુબેન પરિહારે મુલાકાત લઈ સફાઈ કામદારો સાથે થયેલા અન્યાય સામે ન્યાય અપાવાવા તેઓ અધિકારીઓની પણ મુલાકાત લેવાના હોવાનું જણાવ્યું હતું. પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કર્મીઓની રાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત લેતા સફાઈ કામદારોમાં પાલિકા સામે ન્યાયિક લડત લડવા નવો જોશ ઉમટ્યો હતો. અગાઉ ગ્રામ પંચાયત વખતે પણ સફાઈ કામદારોની ચાર મહિના સુધી ચાલેલી લાંબી હડતાળ વખતે પણ ન્યાય અપાવી તફાવતના નાણાં અપાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બે કાર અથડાતાં એકનું મોત નીપજયું.

ProudOfGujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાઓને લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી.

ProudOfGujarat

જૂનાગઢનાં વંથલીમાં શાળાની છત ધરાસાયી થતાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!