Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઇવે પર અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જી જૈન સાધ્વીને ઇજા પહોંચાડતા જૈન સમાજમાં રોષની લાગણી.

Share

લીંબડી રાજકોટ હાઇવે પર એક અજાણ્યો વાહનચાલક જૈન સાધ્વીજીને ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હોય જેને લઇને જૈન સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

લીંબડી રાજકોટ હાઇવે પર આજે સવારે જૈન સાધ્વીજી વિહાર કરવા માટે જતા હોય તે સમયે જૈન સાધ્વી અને તેની સાથે જૈન શ્રાવક જતા હોય આ સમયે પગપાળા ચાલીને ધાર કરતાં બે સાધ્વીજી જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ લીંબડી રાજકોટ હાઇવે પરથી વાહનચાલક પુરપાટ ઝડપે આવ્યો હોય વાહનચાલકે જૈન સાધ્વીજીને અડફેટે લેતા બંને જૈન સાધ્વીજીઓ અને શ્રાવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે લીંબડીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હોય આથી સમગ્ર જૈન સમાજમાં આ રીતે વિહાર કરતાં સાધ્વીજીને વાહનચાલકે ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી નાસી છૂટતા રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

આમોદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાને મિસ યુનિવર્સ બહેરીન માટે જજ તરીકે પસંદ કરાઈ.

ProudOfGujarat

રાજપીપલા પાલિકા દ્વારા સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!