ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે જેમાં ખાસ કરીને અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારોમાં આવેલા કેટલાક નફ્ફટ બનેલા ઉધોગો અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે, અંકલેશ્વરના બોઇદ્રા ગામની સીમમાંથી પસાર થતી આમલાખાડીમાં વધુ એકવાર પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોએ સ્થળ પર દોડી જઇ મામલા અંગે જીપીસીબી માં જાણ કરી હતી.
એનસીટી-ઝઘડિયાની એફ્લૂએન્ટ વહન કરતી લાઇનમાંથી એફ્લૂએન્ટ નિકાલ કરવાનું ષડયંત્ર બહાર આવતા જીપીસીબી દ્વારા સ્થળ પરથી સેમ્પલો મેળવી ઉપસ્થિત લોકોના નિવેદનોના આધારે મામલા અંગેની તપાસ શરૂ કરી છે, મહત્વની બાબત છે કે આ અગાઉ પણ અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદૂષિત જળ છોડવાના કારણે અનેક જળચર પ્રાણીઓ મોતને ભેટ્યા હોવાના અહેવાલો સામે આવી ચુક્યા છે તેવામાં વધુ એકવાર આમલાખાડીમાં પ્રદુષિત જળ છોડવાની ઘટનાએ જીપીસીબી ને દોડતી કરી છે, ત્યારે જોવું રહ્યું કે આખરે આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતા ઉધોગો સામે આખરે તપાસ બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે.
હારૂન પટેલ