Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

Share

યાત્રાધામ શુકલતીર્થમાં રામશીલા ચોક નજીક ડોડીયા ખડકીનાં પટાંગણમાં અખિલ વિશ્વા ગાયત્રી પરિવાર, શાંતિકુંજનાં સ્થાપના વર્ષને ૫૦ વર્ષ પૂર્ણ થતા “સુવર્ણ જયંતિ વર્ષ” ની ઉજવણી નિમિત્તે શુકલતીર્થ-ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તે પૈકી પૂર્વ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા.૧૧-૩-૨૨ ને શુક્રવારે સમગ્ર ગામના મુખ્ય માર્ગ ઉપર વિવિધ ઝાંખીઓ બનાવી યજ્ઞ સ્થળેથી બપોરના-૩ થી ૬ શોભાયાત્રા બાદ યજ્ઞ  સ્થળે યુગ સાહિત્ય દ્વારા વતમાન સમસ્યાઓનું સમાધાન વિષે યુગ સંગીત સાથે પ્રવચન, તા. ૧૨-૩-૨૨ ને શનિવારે સવારે ૯-થી ૧૨ યજ્ઞશાળા પ્રવેશ, અને ઉદ્ઘાટન, સિવિલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ, અને ગાયત્રી યજ્ઞ તેમજ સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો  અને સાંજે ૬ થી ૭ શાંતિકુંજ – હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં યુગ સંગીત સાથે દીપ યજ્ઞ યોજાશે.  

તા.૧૩-૩-૨૦૨૨ ને રવિવારે ૯ થી ૧૨ ગાયત્રી યજ્ઞ, સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો, યજ્ઞ પૂર્ણાહુતિ તેમજ નારાયણ હોસ્પિટલ, ભરૂચના સહયોગથી મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

તા. ૨૫ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી સાંજે ૪-૦૦ કલાકે ૧૩૮.૩૧ મીટરે નોંધાઇ.

ProudOfGujarat

ટાટા મોટર્સના વાહનો ત્રણ ગણા વધુ વેચાયા, મારુતિ મિની કારના 17,408 યુનિટ વેચાયા.

ProudOfGujarat

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!