Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામે આર.ટી.આઇ હેઠળ સમયસર માહિતી ન અપાતા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વિવિધ વિકાસના કામો બાબતે દુમાલા વાઘપુરાના રહીશ અજયભાઈ ચુનીલાલભાઈ વસાવા દ્વારા ગ્રામ પંચાયતમાં જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જે માહિતી દુમાલા વાઘપુરા ગ્રામપંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા સમય મર્યાદામાં નહીં અપાતા તેમણે બીજી અપીલ ગાંધીનગર માહિતી ખાતામાં કરી હતી.

જેના સંદર્ભમાં આગામી તા.૧૬.૩.૨૨ ના રોજ વીડિયો કોન્ફરન્સથી અપીલની સુનાવણી કલેકટર કચેરી ભરૂચ ખાતે રાખવામાં આવેલી છે. ગાંધીનગરની અપીલની સુનાવણી પહેલા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર અજય વસાવાને ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી ન આપવા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ અરજદાર અજય વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે અપીલની સુનાવણી દરમિયાન દુમાલા વાઘપુરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી તરફથી ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી નહી આપવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે, કાયદાકીય જોગવાઈ મુજબ માંગેલ માહિતી મળવાપાત્ર છે, છતા માહિતિ આપવામાં આવતી નથી. માહિતીને લઇને કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે એમ તેમણે રજુઆતમાં જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

હર્ષદ મહેતા નીરવ મોદીની જીવન કથા સુવર્ણ પડદા પર યોજાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની જીઆઈડીસી વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરોનુ પોલીસ વેરિફિકેશન ન કરતા એજન્સીના માલિકો સામે ગુના દાખલ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!