Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના આજવા ખાતે આતાપીનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

Share

વડોદરાના આજવા ખાતે આતાપી વન્ડરલેન્ડમાં ગેરકાયદેસર હોટલ બનાવવાના મુદ્દે આજે વડોદરા કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર દ્વારા મ્યુ. કમિશનર સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.

વડોદરાના આજવા ખાતે આતાપી વન્ડરલેન્ડમાં હોટલનું નિર્માણ અટકાવવા મુદ્દે વડોદરા મહાનગર પાલિકાના કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, બાળુ સુર્વે, જહા ભરવાડ હરીશ પટેલ સહિતનાઓએ મ્યુ. કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સત્તાપક્ષના પદાધિકારીઓ અને કોર્પોરેટર તેમજ કમિશનરની મિલીભગતથી કોઈપણ પ્રકારની પરવાનગી વગર 200 વિઘાનુ ગાર્ડન કોમર્શિયલ ઉપયોગ માટે આતાપી વન્ડરલેન્ડને આપવામાં આવ્યું છે જેની પરમિશન રદ કરવામાં આવે, મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે ત્યારે આતાપી વન્ડરલેન્ડને પણ દૂર કરવામાં આવે, સામાન્ય સભામાં કોઇ પણ પ્રકારનો ઠરાવ પસાર થયો નથી. સર સયાજીરાવ ગાયકવાડે આ જમીન મહાનગરપાલિકાને સુપરત કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ વેચવા માટે અને કોમર્શિયલ બિઝનેસ માટે અત્યંત મહત્વની ગણાતી એવી જમીન આતાપી વન્ડરલેન્ડને આપી દીધેલ છે. કોઈપણ પ્રકારના ધારાધોરણો વર આ જમીન કેવી રીતે આપવામાં આવી તેમજ સર સયાજીરાવ ગાયકવાડે જમીન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી હતી તેના પર રાજ્ય સરકાર કઈ રીતે તરાપ મારી શકે? તે સહિતના મુદ્દે કોંગ્રેસે મ્યુ.કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું છે. આગામી સમયમાં આ મુદ્દે જો કોઈપણ પ્રકારની કામગીરી કમિશનર દ્વારા કરવામાં નહીં આવે તો કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા કમિશનર કચેરી સમક્ષ ધરણા કરી વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી આપી છે.

Advertisement

Share

Related posts

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા ચરણજીત ચન્ની : રાહુલ ગાંધી હાજર રહ્યા

ProudOfGujarat

ગોધરા જિલ્લા સેવા સદન ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!