Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ટંકારીયા ગામની સીમમાં આવેલા બકરા ફાર્મમાંથી ૧૫ બકરાઓની ચોરી થતા પશુપાલકોમાં ફફડાટ…

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની સીમમાં આવેલા એક બકરા ફાર્મમાંથી ૧૫ બકરા કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી પલાયન થઇ જતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીયા ગામના રહીશ પરવેઝ ફિરોઝ ભાઇ ભૂતા કે જેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરવેઝ ભાઇ ટંકારીયા ગામની સીમમાં બકરા ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મ ધરાવે છે. તેઓના ફાર્મ પર મજૂરી કામ કરતા શ્રમિકો હોળી પર્વ નિમિત્તે તેઓના વતન મધ્યપ્રદેશ જવા ગત તારીખ ૧૨ મી માર્ચના રોજ રવાના થયા હતા અને પરવેઝભાઇ તેઓના પોલ્ટ્રી ફાર્મ પર અવારનવાર ચેક કરવા જતા આવતા હતા. પરવેઝભાઇ ગત તારીખ ૧૩ મી માર્ચના રોજ રાત્રીના દોઢ કલાકે પોલ્ટ્રી ફાર્મ પર ગયા હતા ત્યારે ૧૫ બકરા સહી સલામત નજરે પડયા હતા. જ્યારે તેઓ ૧૩ મી માર્ચના રોજ સવારે ૬.૪૫ કલાકે તેઓના પોલ્ટ્રી ફાર્મ પર જઈ તપાસ કરતા ૧૫ બકરા નજરે ન પડતા પરવેઝભાઈના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. પરવેઝભાઈને પોતાના બકરા ચોરી થઈ હોવાની શંકા જતા તેઓએ પાલેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા અરજ કરી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીનાં નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે .

ProudOfGujarat

લીંબડી શાળા નં. 4 ખાતે CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!