Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર, અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસથી જંગલો હર્યાભર્યા બન્યા.

Share

21 મી માર્ચ વિશ્વ વનદિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં વનોની વૃદ્ધિ અને સવર્ધન વિશે વન વિભાગ સક્રિય બનતા નર્મદા જિલ્લામાં સાતપૂડાની રમ્યગિરિમાળાની વચ્ચે આવેલા જંગલોમાં લોકજાગૃતિને કારણે નર્મદાની વનસંપદામાં વધારો થયો છે.

નર્મદા વનવિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય 43% જંગલો એકમાત્ર નર્મદા જિલ્લામાં છે. નર્મદા જિલ્લામાં વન વિભાગની સક્રિયતા, પર્યાવરણ જાગૃતિ, લોક જાગૃતિ અને ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જંગલ વિસ્તાર અને પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસોથી જંગલો હર્યાભર્યા બન્યા છે. નર્મદામાં દર વર્ષે સામાજિક વનીકરણ દ્વારા 40 થી 45 લાખ રોપાઓ દ્વારા ઘનિષ્ઠ વનીકરણને કારણે જંગલોની ઘનિષ્ટતા વધી છે. નર્મદામાં વૃક્ષોનો વધારો થયો છે. 12 થી 15 હેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે. વન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના 607.608 ચો.કી.મી જંગલ વિસ્તાર સુરપાણેશ્વર અભ્યારણ તરીકે ઓળખાય છે. જેમાં 400 થી વધુ ગામો વન વિસ્તારના છે. નર્મદાનો રેવન્યુ વિસ્તાર 1 હજાર 47 ચો. કિ.મીનો વિસ્તાર છે.14 જેટલા વૃક્ષો પ્રતિ હેક્ટરે જોવા મળે છે.આ રેશિયો વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નર્મદાના જંગલોમાં સાગ વાસનો વ્યાપ વધ્યો છે. વન સમૃદ્ધિમાં મહિલાઓને પણ જોડવામાં આવી છે. જંગલોમાં દવ આગ ન લાગે તે માટે વન સમિતિ બનાવી આગથી જંગલોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નર્મદાના જંગલમાં 30 પ્રકારના ઘાસ, 269 નાના છોડની પ્રજાતિ, 1 મીટર ઊંચાઇના 93 પ્રકારની વનસ્પતિઓ, 126 પ્રકારની ઊંચી વનસ્પતિઓ જંગલમાં જોવા મળે છે. નર્મદાના ભર્યા જંગલોમાં વિવિધતાસભર ડુમખરના પોપટ ભારતભરમાં વિખ્યાત છે. જંગલમાં વાંસ, કેસુડો, મહુડા, ટીમરૂ પાનમાંથી રોજગારી મેળવતા આદિવાસીઓ માટે આ વૃક્ષો કલ્પવૃક્ષ ગણાય છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

આમોદ : સારીંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રાજપારડી ટાઉનમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, હજારોની કિંમતના દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!