Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર, અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસથી જંગલો હર્યાભર્યા બન્યા.

Share

21 મી માર્ચ વિશ્વ વનદિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં વનોની વૃદ્ધિ અને સવર્ધન વિશે વન વિભાગ સક્રિય બનતા નર્મદા જિલ્લામાં સાતપૂડાની રમ્યગિરિમાળાની વચ્ચે આવેલા જંગલોમાં લોકજાગૃતિને કારણે નર્મદાની વનસંપદામાં વધારો થયો છે.

નર્મદા વનવિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય 43% જંગલો એકમાત્ર નર્મદા જિલ્લામાં છે. નર્મદા જિલ્લામાં વન વિભાગની સક્રિયતા, પર્યાવરણ જાગૃતિ, લોક જાગૃતિ અને ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જંગલ વિસ્તાર અને પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસોથી જંગલો હર્યાભર્યા બન્યા છે. નર્મદામાં દર વર્ષે સામાજિક વનીકરણ દ્વારા 40 થી 45 લાખ રોપાઓ દ્વારા ઘનિષ્ઠ વનીકરણને કારણે જંગલોની ઘનિષ્ટતા વધી છે. નર્મદામાં વૃક્ષોનો વધારો થયો છે. 12 થી 15 હેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે. વન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના 607.608 ચો.કી.મી જંગલ વિસ્તાર સુરપાણેશ્વર અભ્યારણ તરીકે ઓળખાય છે. જેમાં 400 થી વધુ ગામો વન વિસ્તારના છે. નર્મદાનો રેવન્યુ વિસ્તાર 1 હજાર 47 ચો. કિ.મીનો વિસ્તાર છે.14 જેટલા વૃક્ષો પ્રતિ હેક્ટરે જોવા મળે છે.આ રેશિયો વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નર્મદાના જંગલોમાં સાગ વાસનો વ્યાપ વધ્યો છે. વન સમૃદ્ધિમાં મહિલાઓને પણ જોડવામાં આવી છે. જંગલોમાં દવ આગ ન લાગે તે માટે વન સમિતિ બનાવી આગથી જંગલોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નર્મદાના જંગલમાં 30 પ્રકારના ઘાસ, 269 નાના છોડની પ્રજાતિ, 1 મીટર ઊંચાઇના 93 પ્રકારની વનસ્પતિઓ, 126 પ્રકારની ઊંચી વનસ્પતિઓ જંગલમાં જોવા મળે છે. નર્મદાના ભર્યા જંગલોમાં વિવિધતાસભર ડુમખરના પોપટ ભારતભરમાં વિખ્યાત છે. જંગલમાં વાંસ, કેસુડો, મહુડા, ટીમરૂ પાનમાંથી રોજગારી મેળવતા આદિવાસીઓ માટે આ વૃક્ષો કલ્પવૃક્ષ ગણાય છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ : ખાનગી શાળા કોલેજોમાં એક સત્રની ફી માફી માંગતુ NSUI એ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર-હાસોટ ના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશય થતા એક યુવાનને ગંભીર ઇજા, યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના બે ફરાર આરોપી નેત્રંગ પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!