Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ.

Share

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે સુજલામ સુફલામ જળ અભિયાન-2022 ના શુભારંભ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, અને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે ઝાલોદ ખાતે બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર અધ્યક્ષ સ્થાને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, અને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત જળ સંગ્રહના કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસિલટીગ તથા રિપેરિંગ, નહેરોની સાફ સફાઈ રેઈનવોટર હારવેસ્ટીગ, વન તલાવડી રીપેરીંગ, ખેત તલાવડી તળાવ ઊંડા કરવા નદી કાંઠે વૃક્ષારોપણ વગેરે જેવા કામો હાથ ધરાશે. આ ઉપરાંત નદી-નાળાની સફાઇ અને તેને પુનઃજીવિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી, નેહાકુમારી તથા બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર, જિલ્લાના અધિકારી પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

ઝઘડિયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાનગૃહનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન ધન યોજના (મહિલા) બચત ખાતામાં આગામી ત્રણ મહિના સુધી રૂા.૫૦૦/- જમા કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!