Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લામાં રુ.૭૫૧ લાખના ખર્ચે જળસંચયના કામો હાથ ધરાશે.

Share

રાજયમાં જળ સંચયનો વ્યાપ વધે એ માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ રૂા. ૭૫૧ લાખના ખર્ચે ૨૯૫ જેટલા જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે તેવું રાજયમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે, પાણી એ પારસમણી સમાન છે, પાણીના ટીપે ટીપાનો ઉપયોગ એ આપણી સંસ્કૃતિ છે, એમ જણાવી તેમણે રાજય સરકારના જળ અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય એ માટે જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે નવી શિક્ષણ નિતિ અંતર્ગત રાજયમાં ધો. ૬ થી ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે એમ જણાવ્યુ હતું. જળ અભિયાન અંતર્ગત નવા તળાવોનું નવસર્જન, હયાત તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટીંગ કરવામાં આવનાર હોવાની વાત કરી હતી, જેનાથી પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તથા ભૂગર્ભ જળસ્ત્રોત પણ ઉંચા આવશે તેમજ ખેડૂતોને સિંચાઇની સગવડ ઉપલબ્ધ થવાથી ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે એમ વધુમાં જણાવ્યુ હતું. ઉપરાંત ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ-૧૯ ની કાર્બોવેકસ રસી તમામ વાલીઓ અપાવે એવી તેમણે અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રસંગોચિત પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકાર દ્વારા જળ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનો વિગતે ચિતાર રજૂ કરીને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત કરવામાં આવનાર કામગીરીની વિગતે જાણકારી આપી હતી. સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીની જાણકારી આપીને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે ૯૩ કરોડની યોજના, ગનિયાબારીથી સાંકડીબારીનનો રસ્તો બનાવવા માટે રૂા. ૧૪ કરોડ, હરખોડથી કુંડાનો રસ્તો બનાવવા માટે રૂા. ૧૪ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. રાજય સરકાર છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ઓરડાઓ બને એ માટે દરખાસ્ત કરવામાં આવી હોવાનું પણ આ પ્રસંગે જણાવાયુ હતું. માજી સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવાએ રાજય સરકારની વિકાસશીલ વિચારસરણીની સરાહના કરી રાજય સરકાર આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે ચિંતિત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જળ અભિયાન અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.આયોજિત કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ જિલ્લાના તેમજ તાલુકાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભર ઉનાળા વચ્ચે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં સર્જાતી લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા બાબતે જીઈબી ખાતે આગેવાનોની રજુઆત

ProudOfGujarat

ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળકોને કોરોનાની રસી મૂકવાની કામગીરીની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!