Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ભાલોદ ગામથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નવી વસાહતમાંથી પોલીસે જાહેરમાં મહેફીલ જમાવી જુગાર રમતા ૭ ખેલીઓને ઝડપી લઇને રુ. ૩૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઇ જે.બી.જાદવને બાતમી મળી હતી કે ભાલોદ ગામે કેટલાક ઇસમોએ જુગારની મહેફીલ જમાવી છે. પોલીસે બાતમી મળ્યા મુજબ ભાલોદ ગામની નવી વસાહતમાં રેડ કરતા મુખ્તીયાર શેખના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને આ ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળેથી સદ્દામ બસીર શેખ રહે. ભાલોદ, મેહુલસિંહ મનોજસિંહ ગોહીલ રહે. નવા ટોઠીદરા, યુવરાજ કનુ રાજમલ રહે.ભાલોદ, રવિ રમણ રાજમલ રહે.ભાલોદ, દસ્તગીર શહિદ કુરેશી રહે.ભાલોદ, મુખ્તીયાર ગુલામ શેખ રહે.ભાલોદ તેમજ અનિલ સોમા વસાવા રહે.નવા ટોઠીદરાને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ.૩૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર : વિશ્વ તબીબ દિવસ નિમિત્તે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાયો..!

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણની થીમ પર લેસર શો કરાતા પ્રવાસીઓ ખુશખુશાલ.

ProudOfGujarat

વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને નબીપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!