Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી સુરેન્દ્રનગર રોડ પર એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

લીંબડી સુરેન્દ્રનગર રોડ ઉપર એસ.ટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા બસ ચાલક તથા કન્ટેનર ચાલક ગંભીર રીતે ઘવાયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે લીંબડી સુરેન્દ્રનગર રોડ પર અંકેવાળીયા ગામ પાસે એસ.ટી. બસ પસાર થતી હોય તે સમયે સામેની સાઈડથી પુરપાટ ઝડપે આવતા કન્ટેનરના ડ્રાઈવર એ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી બસના ડ્રાઇવર તેમજ કન્ટેનર ચાલક ઈજાગ્રસ્ત થયો હોય બંનેને ૧૦૮ મારફતે લીંબડી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોય અકસ્માતની જાણ થતાં લીંબડીના ડેપો મેનેજરને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં કેટલા લોકોને ઈજાઓ થઈ તે સહિતની વિગતનો તાગ મેળવ્યો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વડોદરાની ઇજનેર યુવતી કોમલ પટેલે જીવનને મહાન બનાવ્યું, અંગદાન થકી પાંચ લોકોને નવજીવન આપ્યું.

ProudOfGujarat

GSTનેટવર્કમા થતી ખામીઓને કારણે પારાવાર મૂશ્કેલીના કારણે ગોધરાના વેપારીઓનુ આવેદન.

ProudOfGujarat

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી.આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!