Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પાલેજ અથવા ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા ઉભી કરવા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત.

Share

ભરૂચ તાલુકાના અગ્રણી વેપારી મથક પાલેજ તેમજ ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા આપવા પ્રબળ માંગ ઉઠવા પામી છે. જે સંદર્ભે ટંકારીયા ગામ સહિત આસપાસના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાલેજ ખાતે જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણા યુનિટો કાર્યરત છે અને પાલેજ ખાતે સાતથી આઠ કપાસની જીનો પણ આવેલી હોય આકસ્મિક આગની ઘટનાઓમાં લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે.

ફાયર સ્ટેશન ભરૂચ ખાતે આવેલું હોય ફાયર બ્રિગેડને પહોંચવામાં વિલંબ થતો હોય આગની ઘટનાઓમાં નુકસાન થાય છે. ત્યારે જો પાલેજ અથવા ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા ઉભી કરવામાં આવે તો આકસ્મિક ઘટનાઓમાં ઝડપથી ફાયર બ્રિગેડ પહોંચી શકે તો પાલેજ, ટંકારીયા અથવા હિંગલ્લા ચોકડી વિસ્તારમાં ફાયર સ્ટેશન સુવિધા આપવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. આવેદનપત્ર પાઠવવાના કાર્યકમમાં સામજિક કાર્યકર અબ્દુલ કામથી સહિત ટંકારીયા, હિંગલ્લા તેમજ આસપાસના ગામોના સરપંચો સહિત જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ગુરુ રંધાવા અને સઈ માંજરેકરના “કુછ ખટ્ટા હો જાયે” ના સેટ પરથી આ ફોટા વાયરલ થયા

ProudOfGujarat

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ રજૂ કરે છે વ્યાપક ડ્રોન વીમો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!