Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક એક મોટરસાયકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતું.

આ અંગે રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભાટપુર ગામના લક્ષ્મણભાઇ બિજલભાઇ વસાવા પાંચેક દિવસ અગાઉ ઘરેથી મોટરસાયકલ લઇને તેમની દિકરીના ગામ હુસેપુર તા.કરજણ ખાતે જવા નીકળ્યા હતા. ત્યારબાદ ગતરોજ તા.૨૮ મીના રોજ તેમની મોટરસાયકલ ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક નહેર પાસે ઝાડીમાં પડેલ હાલતમાં મળી હતી. તેમજ લક્ષ્મણભાઇ પણ રોડની બાજુમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મૃત હાલતમાં પડેલા મળ્યા હતા. મોટરસાયકલ સ્લીપ મારી જવાથી આ ઘટના સર્જાઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયુ હતુ. ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસે મૃતકના દિકરા નવીનભાઇ વસાવાને જાણ કરી હતી. ત્યારબાદ નવીનભાઇ વસાવા ઘટના સ્થળે આવ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે નવીનભાઇ લક્ષ્મણભાઇ વસાવા રહે.ભાટપુર, તા.ડેડીયાપાડા, જિ.નર્મદાનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

પાલેજ : દુકાનોમા ચોરી અંગે છેવટે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચ ભાજપ અને મહિલા મોરચા દ્વારા તૃણમૂલ નેતા શાહજહા શેખના મહિલાઓ સાથેના અત્યાચારો સામે દેખાવો

ProudOfGujarat

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, આ કારણે વધુ પૈસા આપવા પડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!