Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું. રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ દરમિયાનની કામગીરીની વિગતવાર માહિતિ આપી હતી. જિલ્લા પોલીસવડાએ પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન કર્યુ હતું. વિતેલા વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી ડામવા કરેલ કામગીરી સહિત અન્ય કામગીરીનું આ પ્રસંગે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડાએ પોલીસ કર્મીઓને જરુરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત કોરોના મહામારી અંતર્ગત કરેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દેશને કોરોનાથી બચાવવા પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે આરોગ્ય વિભાગને સુપ્રત કરતા કર્મવીરસિંહ ભામાશા માંગરોલા.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ પાટિયા પાસે આવેલ ઝૂંપડપટ્ટી દૂર કરવા રેલ્વે તંત્રની અપીલ : લોકો રસ્તા પર આવતા આપ પાર્ટી મદદે આવી.

ProudOfGujarat

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત મહિલાઓને ટેકનિકલ તાલીમ અપાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!