Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરીડોરમાં સંપાદન કરેલ જમીનના વળતર માટે ખેડૂતો એ કલેકટરને કરી રજૂઆત.

Share

દિલ્હી વડોદરા એક્સપ્રેસ નેશનલ હાઈવેમાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જેમાં કેટલાક અસર કરતા ઓ ખેડૂતોને વળતરના નાણાં હજી સુધી ચુકવાયેલા ના હોય ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. ખેડૂતો હેરાન પરેશાન ચિંતિત અને દુઃખી છે ત્યારે આવા અસર કરતા ખેડૂતોને હાલની મુશ્કેલીભરી પરિસ્થિતિમાં વળતરની રકમ વેળાસર ચૂકવાય તેવી રજૂઆત અને માંગ સાથે અસરગ્રસ્ત ખેડૂતો અને પંચમહાલ કોંગ્રેસ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પંચમહાલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ ખેડૂત આગેવાન ગણપત પટેલ, પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાલા, જિલ્લા એસ.સી ડિપાર્ટમેન્ટ ચેરમેન વકીલ રાજેશ હડીયલ, શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્દીક ચલાલીવાળા, યુવા અગ્રણી કમલેશ ચૌહાણ, અમીન મેદા, અસરગ્રસ્ત ખેડૂત ભારત બારીયા, રંગીત બારીયા, હર્ષદ બારીયા, નટવર પટેલ, જશવંત પટેલ સહિતનાઓએ પંચમહાલ જિલ્લા કલેકટરને આ પ્રશ્ને રૂબરૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરેલ ખેડૂતોના વર્તનના પ્રશ્ન તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ 6.97 લાખના શંકાસ્પદ એસએસના સામાન ભરેલો ટેમ્પો ઝડપાયો, 4ની અટકાયત

ProudOfGujarat

દહેજ સુવા ગામની સીમમાં ઝાડીઓમાં જુગાર રમતા ૧૪ જુગારી ઝડપાયા,લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે…

ProudOfGujarat

જી.પી.સી.બી ગાંધી નગર દ્રારા વિજીલયન્સ ઓફીસરની ઝોન વાઈઝ પોસ્ટ રદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!