Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી નિમિત્તે ઝઘડિયા તાલુકાના અવિધા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ મહેશભાઈ પાટણવાડીયા, મનદીપ પાટણવાડીયા, બાબરભાઈ રાવ, હરીભાઈ રાવ, સોમાભાઈ મોતાવલ વિ.અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના ફોટાને ફુલહાર પહેરાવીને આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરના જીવન વિષે જાણકારી આપીને તેમના આદર્શ મુજબ જીવન જીવવું જોઇએ એવી લાગણી અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” નર્મદામાં ઠેર-ઠેર થનારુ ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 294 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!