Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી નિમિત્તે ઝઘડિયા તાલુકાના અવિધા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ મહેશભાઈ પાટણવાડીયા, મનદીપ પાટણવાડીયા, બાબરભાઈ રાવ, હરીભાઈ રાવ, સોમાભાઈ મોતાવલ વિ.અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના ફોટાને ફુલહાર પહેરાવીને આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરના જીવન વિષે જાણકારી આપીને તેમના આદર્શ મુજબ જીવન જીવવું જોઇએ એવી લાગણી અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ બાઈક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

ભરૂચ: શ્રી અંબિકાનગર ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતા તથા શિવસાઈ મંદિરના પાટોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૯ ગામોમાં તાત્કાલીક પાણીના સંગ્રહના સંપ બનાવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!