Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયાના જલારામ પેટ્રોલપંપ પર માથાકૂટ, ૬ જેટલા ઈસમોએ પેટ્રોલપંપ કર્મચારીઓ પર હુમલો કર્યો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા પાસે આવેલ જલારામ પેટ્રોલપંપ ખાતે ગત બુધવારે રાત્રીના સમયે પેટ્રોલપંપ ઉપર બાઇક લઈને આવેલા ઈસમ એ કોઈ કારણસર પેટ્રોલપંપના કર્મચારી સાથે માથાકૂટ કરી મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો.

બાઇક ચાલક અને કર્મચારી વચ્ચે મારામારી બાદ અચાનક અજાણ્યા ૬ જેટલા ઇસમોનું ટોળું પેટ્રોલપંપ ખાતે ધસી આવ્યું હતું અને પેટ્રોલપંપને બાનમાં લઇ કર્મચારીઓ ઉપર હુમલો કરવાનુ શરૂ કર્યુ હતું, અત્યંત બેરહેમી પૂર્વક એક કર્મચારી પર પાંચ લોકોનું ટોળું તુટી પડ્યું હોય તેવા ફિલ્મી દ્રશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

હાલ સમગ્ર મામલા અંગે વાલિયા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ શું છે, હુમલાખોરો કોણ હતા, તે તમામ બાબતો ઉપરથી હાલ સુધી પરદો ઉચકાયો નથી. જોકે સમગ્ર ઘટના ક્રમ અંગે પોલીસ તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.
હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

પાનોલી ની RSPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

ProudOfGujarat

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

ProudOfGujarat

સારણના ખેડૂતોની ધારાસભ્ય અરૂણસિંહ રણાને પ્રદૂષણ મુદ્દે રજૂઆત : GIDCની ત્રણ કંપનીઓમાંથી પ્રદૂષિત ગેસના આક્ષેપ; પાક અને વૃક્ષોને નુકસાન થતું હોવાનો દાવો, તાત્કાલિક તપાસની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!