Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના ફુલવાડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. આજરોજ તા.૧૮ મીના રોજ ભરૂચ એલસીબી ની ટીમને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે એક બુટલેગરે પોતાના ઘર નજીક ખેતરમાં ગેરકાયદેસર દારુનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ખેતરમાં અલગ-અલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઇ હતી. પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૮૭૦ જેટલી રુ.૯૭,૨૦૦ ની કિંમતની બોટલો કબજે લીધી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ ઉપર નહિ મળેલ બુટલેગર સુનિલભાઇ માનસીંગભાઇ વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડીયા તેમજ દારુનો જથ્થો મોકલનાર પ્રકાશ ઉર્ફે પકો વસાવા રહે.ગામ નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. એલ.સી.બી ભરૂચ દ્વારા આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી : સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી…

ProudOfGujarat

અંકલેશ્વર : આશાસ્પદ યુવતીએ તળાવમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું. ??? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!