Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખનું બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માન કરાયું.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સ્વૈચ્છિક સંસ્થા વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિતને ડો.બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.નવચેતન યુવક મંડળ સિમોદ્રા દ્વારા કોસંબા એપીએમસી ખાતે આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ એક કાર્યક્રમમાં જશુભાઇ રોહિત, માજી મંત્રી ગણપતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સામાજિક ક્ષેત્રે વિવિધ કામગીરી દ્વારા સેવા પ્રદાન કરનાર ૨૦ જેટલા મહાનુભાવોને ડો.બાબા સાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ઝઘડીયા તાલુકાની વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિતનું પણ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રીના પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

સીરત કપૂરના પિતા વિનીત કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચે ઉગ્ર લડાઈ, અભિનેત્રીએ વીડિયો શેર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!