Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમીને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો.

Share

નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો વધીને 40 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. ત્યારે ખાસ કરીને પશુ-પંખીઓ માટે ગરમીનો સામનો કરવો મુશ્કેલ થઇ રહ્યો છે, ત્યારે ગરમીની અસર દુધાળા પશુઓ માટે ખાસ થઈ રહી છે. નર્મદામાં અસહ્ય ગરમીનો સામનો કરતા દુધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં 50થી 60% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

પશુપાલકોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે એક ગાય શિયાળામાં સરેરાશ 10લીટર દૂધ આપે છે, તેની સામે ઉનાળામાં ગરમીને કારણે સરેરાશ માંડ 5 લીટર એટલે કે અડધો અડધ દૂધ આપે છે જ્યારે એક ભેંસ શિયાળામાં સરેરાશ 7 થી 8 લિટર દૂધ આપે છે. તેની સામે ઉનાળામાં દૂધ માત્ર 3 થી 4 લીટર આપે છે. દૂધની આવકમાં 50 % નો ઘટાડો થયો છે. ઉનાળામાં દૂધની વધતી જતી માંગને કારણે દૂધની આવક ઘટવાથી દૂધ તથા દૂધની બનાવટોમાં પણ ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને દહીં, છાશ, આઇસક્રીમની બનાવટો ના ભાવોમાં ધરખમ વધારો થયો છે.

જેને કારણે દૂધાળા પશુઓમાં ગરમીમાં દૂધ ઉત્પાદન વધારવા પશુ ચિકિત્સકો ખેડૂતો પશુ ચિકિત્સા અને માર્ગદર્શન આપી રહ્યા છે. જેમાં પશુ ચિકિત્સક ના જણાવ્યા અનુસાર પશુપાલકો પોતાના દુધાળા ઢોરોને ગરમીથી બચાવવા તથા દૂધ ઉત્પાદન વધારવા ઢોરોને ખૂબ પાણી પીવડાવવું, 3 થી 4 ટાઈમ નવાડવું, ઢોરોને કોળિયા શેડ નીચે બેસાડવા, શરીર ઉપર પાણીનો છંટકાવ કરવો, પંખા કૂલર મૂકવા, ઝાડના છાયડા નીચે પશુઓને રાખવાની સલાહ આપવામાં આવે છે. આવા ઉપચારોથી ગરમીથી રાહત મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રસ સમિતિ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીની સામે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાત્રીના સમયે ચરસનો જથ્થો ઝડપાયો.ડ્રગ માફિયાનો કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક ફરી એક વાર સપાટી પર …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!