Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોને ઇજા.

Share

ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પાનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અલ્ટો કાર નંબર જી.જે.16 કે 6593 નબીપુર તરફથી ઝનોર તરફ જઈ રહ્યો હતો અને આઇસર ટેમ્પો નંબર જી.જે 20 યું 3201 ઝનોર તરફથી નબીપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે અલ્ટો કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આઇસર ટેમ્પાના આગલા ભાગે ધરાકાભેર ભટકાયો હતો એમાં કારમાં સવાર 3 ને અને આઇસર ટેમ્પામાં સવાર 4 લોકોને એમ કુલ 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં કારમાં સવાર 1 નાના બાળકને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ બંબુસર ગામ લોકોને થતાં ગામમાંથી લોકો દોડી આવી કારમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢી તમામ 7 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરી જતાં એક સમયે નબીપુર ઝનોર રોડ ઉપર લોકોના ટોળે ટોળા જમ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્ટો કારમાં નાનું બાળક હોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કોરોના વાયરસને અટકાવવા ઝઘડિયા સેવાસદન ખાતે બેઠક યોજાય.

ProudOfGujarat

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી – ઉમેદવારોની મથામણમાં લાગ્યા રાજકીય પક્ષો, કેટલાક પક્ષોને ચહેરાની તલાશ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામમાં વસાવા સમાજ દ્વારા સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!