Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંગલ સફારી પાર્કમાં સિંહણના બે બચ્ચાં પિંજરામાં ટહેલવા નીકળતા પ્રવાસીઓનું આકર્ષણ બન્યા.

Share

એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે. પરંતુ હવે એકતા નગર કેવડિયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે. સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. હવે આ બંને બાળ સિંહો એ પહેલીવાર પિંજરાના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એકવાર હરખની હેલી ચઢી છે.

એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં 3 મહિના પહેલા માદા સિંહ “શ્રદ્ધા”એ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. પાર્કમાં જન્મેલા બંને સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી જેનું ઉમદા પરિણામ મળ્યું છે.

આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે બંને સિંહ બાળ “સિમ્બા” અને “રેવા”નું નામકરણ પણ થયું છે. વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા, બંને નટખટ અને માસૂમ બાળ સિંહો દોડાદોડી અને ધમાચકડી કરતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું.

Advertisement

અત્રે અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈએ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે, નાના સિંહ બાળને બહાર ખુલ્લામાં જોવાનો અમને મોકો મળ્યો છે, નિર્દોષ સિંહબાળની મસ્તી જોઈને પરિવારજનોનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે. જોકે SOUADTG ઓથોરિટીના ચેરમેન ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

ProudOfGujarat

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ દીવાલો પર સફાઈ અભિયાન નિમિત્તે સ્વચ્છતા અંગેના જાગૃતિ ફેલાવતા ભીંત ચિત્રો પિછોડો ફેરવાતા વિપક્ષે આક્ષેપ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!