Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આ આયોજનમાં ભરતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખાસ કરીને મંત્રી મુકેશ પટેલ, સંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય મોહનભાઇ ઢોળીયા સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Advertisement

તાપી જિલ્લાના સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ એવા સી.આર.પાટીલ સાહેબે શિવાજી મહારાજના જીવન ચરિત્ર અંગે ઉપસ્થિતઓને માહિતગાર કરીને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગોરીલા પદ્ધતિથી પાકિસ્તાનમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી તે પણ શિવાજી મહારાજની યુદ્ધ નિતિનો જ એક ભાગ હતો, એમ જણાવ્યું હતું, અને સાથો સાથે શીવાજી મહારાજ જે સમગ્ર સમાજના મહારાજ હતા એમ ઉમેર્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રતિન ચોકડી થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં ચાલતી વેશ્યાવૃત્તિ અને તે ને રોકવા થયેલ ઉચ્ચ સ્તરીય રજુઆત

ProudOfGujarat

ભરૂચમાં લોકલ ક્રાઈમ બ્રાંચે પકડેલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

ProudOfGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!