Proud of Gujarat
FeaturedGujaratINDIA

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન ગાર્ડન દ્વારા ખેડૂતોને આર્થિક ફાયદો અને ફોર્ટિફાઇડ પાકો વિશે માહિતી આપપી હતી. ત્યાર બાદ વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષીબેન તિવારી દ્વારા કિચનગાર્ડનનું શાકભાજી પાક કેલેન્ડર અંગે માહિતી આપી હતી
અને કિચન ગાર્ડન માટે શાકભાજીનું બિયારણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં જુદા જુદા નર્મદા જિલ્લાની 12 ગામોની આદિવાસી મહિલાઓ મળીને કુલ 68 જેટલી મહિલાઓ ભાગ લીધો હતો નવસારી કૃષિ યુનર્વિસટી દ્વારા સંશોધિત ફોર્ટિફાઇડ ડાંગર -GNR-9, વરી, નાગલીની બિયારણની કીટ બહેનોને આપવામાં આવી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાં તસ્કરી : મધરાતે ત્રાટકેલા તસ્કરે મંદિરનું તાળું તોડી દાનપેટીમાંથી રૂ.12 હજારની રોકડ ઉઠાવી

ProudOfGujarat

વર્ષ 2020-21 માં પંચમહાલ જિલ્લામાં બાગાયતી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે અરજી કરનારા ખેડૂતોએ ૧૬મી જૂન સુધી જરૂરી કાગળો કચેરીએ જમા કરાવવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!