Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Share

શહેરા તાલુકાના આગેવાનોની એક બેઠક પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં યોજવામાં આવી. વિવિધ ગામોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાંત્રીસ જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પંચમહાલ જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, શહેરા તાલુકા સંગઠનમંત્રી અરવિંદભાઈ માછી તથા પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ એ બેઠકને સંબોધીત કરી હતી.

લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, શહેરા તાલુકામાંથી ગામે ગામથી આગેવાનો અને લોકો આમ આદમી પાર્ટીની બેઠક માટે આવકારે છે એથી સ્પષ્ટ જણાઇ આવે છે કે શહેરામાં હવે પરિવર્તન જનતા માંગી રહી છે. હવે જનતાનો આશાવાદ આમ આદમી પાર્ટી પ્રત્યે જાગ્યો છે ત્યારે હવે આપણે વધારે મહેનત કરી લોક સંપર્ક અને લોક સંવાદ કરી પરિવર્તન લાવવા જન આંદોલન ઉભું કરવું પડશે તેમ જણાવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

લીંબડીમાં લેકયુ રોડ પર હોર્ડીંગ રાહદારી પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ખેડા : કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!