Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખંભાળિયામાં મિલ્ક વાનની પલ્ટી, સદભાગ્યે જાનહાની નહિ.

Share

ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જોકે આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી.

ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા આવેલી અમૂલ દૂધની મિલ્ક વાન આશરે પોણા છ વાગ્યાના સમયે અત્રે શારદા સિનેમા રોડ પરથી નગર ગેઈટ તરફ દૂધ ઉતારીને પરત જઈ રહી હતી, ત્યારે ગાયત્રી મોબાઈલ વર્લ્ડવાળી ગોલાઇમાં પહોંચતા અકસ્માતે પલટી ગઈ હતી. જેના કારણે આ વાહનમાં નુકસાની થવા પામી હતી. જોકે મોટી જાનહાની ન થતા સૌએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

આ વાહનમાંથી ડીઝલ લીકેજ થતા ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે દોડી ગયા હતા.


Share

Related posts

વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ઇકો કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું

ProudOfGujarat

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!