Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રાઉડ ઓફ ગુજરાતના અહેવાલની અસર, ઘાસ મંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોની કામગીરી શરૂ..!

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૧૦ ના ઘાસ મંડાઈ ખાતેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનું પાણી જાહેર માર્ગ ઉપર વહેતુ થતા સ્થાનિક વેપારીઓ અને રહેણાંક કરતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો, રસ્તા પર વહેતા ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિકોના ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાઈ હતી, જે અંગેનો એક અહેવાલ અમારા થકી દર્શાવવામાં આવ્યો હતો.

સ્થાનિકોની સમસ્યાનો અહેવાલ સામે આવ્યા બાદ જ પાલિકાનું ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું હતું અને અહેવાલ આવ્યાના ૨૪ કલાકમાં જ સ્થળ પર ટિમો મોકલી ઉભરાતી ગટરોને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

અંકલેશ્વર- કચરાની સાથે-સાથે કેડીલા કંપનીનો કેમિકલ વેસ્ટ નાશ કરાતો હોવાનો નગરપાલિકા પર સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

ProudOfGujarat

૬૧ કિ.મી.ગુજરાતમાં વહેતી નર્મદા નદી મરણ પથારીએ…છેલ્લા ૬૦ કિ.મી.ની ભરૂચ જિલ્લાના નાંદ ગામ પછીની નર્મદા નદી દરિયો બનાવી દેવાય ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!