Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ડિવિઝનમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો.

Share

નડિયાદ ડિવિઝનમાં પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો આજે બુધવારે નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કોર્ટની પૂર્વ મંજૂરી લઈ નડિયાદ ડિવિઝનના નડિયાદ ટાઉન, રૂરલ, પશ્ચિમ, ચકલાસી અને વસો પોલીસ મથકના ગુનાનો પકડાયેલા 3 કરોડના ઉપરાંતના વિદેશી દારૂનો આજે નાશ કર્યો છે.

નડિયાદ પાસેના પીજ ચોકડી હાઈવેના સર્વિસ રોડ પર આ દારૂના જથ્થાનો નાશ કરાયો છે. આ કામગીરી દરમિયાન ડીવાયએસપી વી.આર. બાજપાઈ તથા એસડીએમ અને નશાબંધી અધિકારી ખાસ હાજર રહ્યા હતા. 3 કરોડ 37 લાખના દારૂનો નાશ કરાયો ડીવાયએસપી વી.આર. બાજપાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2018 થી વર્ષ 2022 સુધીના પ્રોહીબીશનના 376 જેટલા ગુનાનો 3 કરોડ 37 લાખના મુદ્દામાલના દારૂને પોલીસે નાશ કરવાની કામગીરી હાથ ધરી છે. કોર્ટની મંજૂરી મળતા જ આ કાર્યવાહી આજે હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર ઝંઘાર ગામ નજીક મોટરસાયકલ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત તેમજ એક મહિલા ઘાયલ થઇ હતી…

ProudOfGujarat

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે.

ProudOfGujarat

પાણીના સમયે જ વીજ કાપથી શક્તિનાથના રહીશોમાં ભારે રોષ : મહિલાઓને ડોલ-ડ્રમ લઈને પાણી માટે દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!