Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ લીધો.

Share

સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલાના સારા પ્રતિસાદ ભરૂચ જિલ્લાને પણ મળ્યો છે. જેના ફળ સ્વરૂપે ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ પ્રવેશ લીધો હતો.

ભરૂચ જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો જંબુસરમાં ૭૮૪, ભરૂચમાં ૧૬૪૭, અંકલેશ્વરમાં ૬૮૯, આમોદમાં ૩૫૮, હાંસોટમાં ૨૨૬, ઝગડીયામાં ૯૬૮, વાલિયામાં ૬૨૭, નેત્રંગમાં ૪૮૭ તથા વાગરામાં ૩૭૨ એમ કુલ જિલ્લામાં ૬૧૫૮ ભુલકાઓએ આંગણવાડીમાં પા પા પગલી કર્યા હતા.

Advertisement

ગુજરાતનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્વિત કરવા સમગ્ર રાજ્યનાં ત્રિ-દિવસીય આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયેલ હતો. સદર પ્રવેશોત્સવ તા.૨૩ થી ૨૫ જુન દરમ્યાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ મો શાળા પ્રવેશોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડીયા, નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષો, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના વરિષ્ઠ સનદી અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાના રાજ્યપત્રિત અધિકારીઓના હસ્તે જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓ અને આંગણવાડીના બાળકોને રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આંગણવાડી પ્રવેશપાત્ર ભૂલકાંઓને શૈક્ષણિક કીટ વિતરણ કરીને શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડીમાં ભૂલકાંઓને આવકાર આપવામાં આવ્યો. આંગણવાડીના બાળકો માટે ફૂગ્ગા, ટોપી, હાર પહેરાવી આંગણવાડીને સુશોભિત કરી રંગોળી તોરણ બાંધી બાળકોના કંકુ પગલા પાડી પ્રવેશોત્સવ કરાવ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં દુર્ઘટના સર્જાતા બે કામદારોના મોત.

ProudOfGujarat

ભરૂચમાં ગુટખા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે જાણો વધુ.

ProudOfGujarat

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા (૪૮) હાફ સેન્ચુરીની નજીક પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!