Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ભારે વરસાદના પગલે ફતેગંજ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયુ.

Share

પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં અતિવૃષ્ટિનો માહોલ છે. સાર્વત્રિક વરસાદના કારણે જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનવા પામ્યા છે.

વડોદરાના ફતેગંજ રંગોળી હોટલ પાસે એક વિશાળકાય વૃક્ષ પડવાની ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ વૃક્ષ પડવાથી વૃક્ષ નીચે મૂકેલા વાહનો તથા લારી-ગલ્લાઓને નુકસાન થયું છે. કહેવાય છે કે આ વૃક્ષ આશરે 100 વર્ષ જૂનું હતું, વરસાદના કારણે વૃક્ષના નબળા પડેલા મૂળ નાજુક થઈ જતાં વૃક્ષ ધરાશાયી થયું હતું. બનાવના પગલે ફાયરબ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી કામ હાથમાં લેવાની તજવીજ કરી છે. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા જેસીબી મશીનથી વૃક્ષને ખસેડી પરિસ્થિતીને ઠારવામાં સહયોગ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના સમયે એક એસ ટી બસ ની બ્રેક ફેલ થતા બસે રીક્ષા ને અડફેટે લીધી હતી જોકે આ ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી ખાતે લાખોનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!