Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ભારે વરસાદના પગલે ફતેગંજ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયુ.

Share

પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં અતિવૃષ્ટિનો માહોલ છે. સાર્વત્રિક વરસાદના કારણે જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનવા પામ્યા છે.

વડોદરાના ફતેગંજ રંગોળી હોટલ પાસે એક વિશાળકાય વૃક્ષ પડવાની ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ વૃક્ષ પડવાથી વૃક્ષ નીચે મૂકેલા વાહનો તથા લારી-ગલ્લાઓને નુકસાન થયું છે. કહેવાય છે કે આ વૃક્ષ આશરે 100 વર્ષ જૂનું હતું, વરસાદના કારણે વૃક્ષના નબળા પડેલા મૂળ નાજુક થઈ જતાં વૃક્ષ ધરાશાયી થયું હતું. બનાવના પગલે ફાયરબ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી કામ હાથમાં લેવાની તજવીજ કરી છે. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા જેસીબી મશીનથી વૃક્ષને ખસેડી પરિસ્થિતીને ઠારવામાં સહયોગ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

ProudOfGujarat

ગોધરા લો કોલેજની વિદ્યાર્થીનીને યુ.પી. ના રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!