Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

Share

નર્મદા જિલ્લામા કુંટુબ સર્વે અને ગામ સર્વેની ચાલુ કામગીરીને અડચણ રૂપ થાય અને લોકો ગેરમાર્ગે દોરાય તેવી કેટલીક ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે તથા ગ્રામજનોને સરકારી લાભોથી વંચીત રાખવા અને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરવા માટેનો પ્રયત્ન કરી સોશીયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવાનો ગુનો કેવડિયા પોલીસ મથકે નોંધાયો છે.

આ અંગે ની ફરિયાદ ફરિયાદી એ.વી.ડાંગી, ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ આરોપી આશીષભાઇ કંચનભાઇ તડવી રહે પટેલ ફળીયુ કોઠી કેવડીયા કોલોની સામે ફરિયાદ નોંધી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર ગરુડેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા અધિકારી એ વી ડાંગીની ફરિયાદની વિગત અનુસાર ગુજરાત રાજ્યના આદીજાતી વિકાસ વિભાગ ગાંધીનગર ખાતેથી વનબંધુ કન્યાણ યોજના -૨ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીની જોગવાઇ હેઠળ ગુજરાતના દરેક આદીવાસી વિસ્તાર ધરાવતા જીલ્લામાં કુંટુબ સર્વે અને ગામ સર્વેની કામગીરી ચાલુ હોઇ, જે કામગીરી નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં સર્વેની
કામગીરી ચાલુ હોઇનર્મદા જીલ્લા રાજપીપળા ખાતેથી પ્રાયોજના વહીવટદાર બી.કે.પટેલે અમોને ટેલીફોન ઉપર જણાવેલ કે, સોશીયલ મીડીયા અને વોટ્સએપ ઉપર સર્વેની કામગીરીને લઇ ખોટા મેસેજ ફરતા થયા છે અને ત્યારબાદ એસ.ઓ.યુ વહીવટદારની કચેરીમાથી પણ કુંજ પરીખે મોબાઇલ વોટ્સએપ મારફતે સર્વે બાબતનો વાયરલ થયેલ ખોટો મેસેજ મોકલેલ, જે મેસેજમા લખેલ છે કે “ ૧૯ ગામનો સર્વે ચાલુ છે. ૧૯ ગામના દરેક વ્યક્તીને આધારકાર્ડ અને ઘરના કેટલા સભ્યો છે. એની માહીતી પુછવામાં આવી રહ્યો છે. આ દરેક ગામના વ્યક્તીને ઘરઘંટી, મશીનની સહાય માટે પુછવામાં આવી રહ્યું છે. આ લાલચમાં આવું નહીં કેમ કે સત્તામંડળનો સર્વે કરી રહ્યા છે અને જમીનનો પણ તો પહેલા દરેક ગામના નવજુવાન જાગે. આ લાલચ આપી જમીન લુંટવાના ઇરાદાથી કામ ચાલુ છે. આપણા વિસ્તારના પ્રશ્નો લઇને ઘણા સમયથી નિરાકરણ નહી આવી રહ્યું ત્યાં તો ૧૯ ગામ થઇ ગયા. જેથી ૬ ગામોમા જે તકલીફ થઇ રહી છે તે ૧૯ ગામોને પર થવાની જ છે.આમ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. આમ આપનો વિકાસ સંવિધાનીક હક અધિકાર સાથે કરવું જરૂરી છે. દલાલી થી નહી જ , ” જેના માટે તા.૫/૦૭/૨૦21 લેટર ગ્રામસભા તરફથી TDO. ને આપવાનુ છે, જેથી આ ગામોમાં જે પણ કોઇ ભાઇ-બહેન ખરેખર ગામ માટે વિકાસ માંગતા હોઇ તે દરેક ગામમાંથી ૨-૩ વ્યક્તી આપણો સંપર્ક નંબર SEND કરે. ગરુડેશ્વર સામાજીક સંગઠન : “ તેવો મેસેજ લખેલ છે. જે મેસેજ Narmada visthapito નામના વોટ્સ એપ ગ્રુપમાં સદર મેસેજ વાયરલ થયેલ હોઇ જે મેસેજ વાયરલ કરનાર મો નં.જણાવી જે મોબાઇલ નંબરને મોબાઇલ એપમાં નાખી ખરાઇ કરતા આશીષભાઇ કંચનભાઇ તડવી (રહે પટેલ ફળીયુ કોઠી કેવડીયા કોલોની)નો હોવાનું જણાવેલ છે. જેથી આ મેસેજ તેઓએ જ વાયરલ કરેલાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાઇ આવેલ. જેથી આ આરોપીએ આ કામગીરીને અંડચણ રૂપ થાય અને લોકો ગેરમાર્ગે દોરાય તેવી કેટલીક ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયા થઇ રહેલ છે. જે તદ્દન પાયાવિહોણા છે. જે ગ્રામજનોને સરકારી લાભોથી વંચીત રાખવા અને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરવા માટોનો પ્રયત્ન જણાઇ છે જેથી આ મેસેજ વાયરલ કરનાર વિરુદ્ધમાં ટીડીઓએ કાયદેસરની ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઇન્ટરેક્ટ મોડેલ યુનાઈટેડ નેશન્સ ભરૂચ સ્થિત સંસ્થા દ્વારા મેન્સ્ટ્રલ હાઈજિન ડે નિમિતે સમગ્ર ભરૂચમાં સેનેટરી પેડનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વલસાડમાં જય જગન્નાથના ગંગનભેદી નાદ ,અમી છાટણા સાથે હરખની હેલી

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર અને ફાયરનાં જવાનોને ઈનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!