Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓના હોદ્દેદારો નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી. સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી અને ઝોન પ્રભારી નિરલભાઇ પટેલ, ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ અતુલભાઇ પટેલ તેમજ મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કેતવભાઇ દેસાઇએ ચર્ચા વિચારણા કરીને તાલુકા ભાજપા સંગઠનના વિવિધ મોરચાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરી છે.

વિવિધ મોરચાઓના નિમાયેલા પ્રમુખોમાં અનુસુચિત જનજાતિ મોરચો–સુભાષભાઇ ચુનીલાલ વસાવા ગામ કાંટોલ, કિશાન મોરચો—ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલીયા ગામ વેલુગામ, અનુસુચિત જાતિ મોરચો—દિવ્યેશભાઇ દલપતભાઇ સોલંકી ગામ રાજપારડી, યુવા મોરચો—ધ્રુપલભાઇ કમલેશભાઇ પટેલ ગામ અવિધા, મહિલા મોરચો—ઇન્દુબેન કરણસિંહ ચાવડા ગામ સુલતાનપુરા, લઘુમતિ મોરચો—ઇસ્માઇલ મહંમદભાઇ મિર્ઝા ગામ તરસાલી અને બક્ષીપંચ મોરચો—નરેશભાઇ ગોમાનભાઇ ઠાકોર ગામ ગોવાલી પ્રમુખ તરીકે નિમાયા છે. તાલુકાના ભાજપા કાર્યકરોએ વિવિધ મોરચાઓના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવીને તેમના નેતૃત્વમાં તાલુકાનું સંગઠન વધુ મજબુત બનશે એવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જૂનાગઢ ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ઘસારો

ProudOfGujarat

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પોનો શુભારંભ કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વર : cds બિપિન રાવત સહીત અન્ય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!