Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છ પ્રોહિબિશનના ગુનામાં ફરાર લિસ્ટેડ બુટલેગર હજાતમાંથી ઝડપાયો : ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી; આરોપીની 34 પ્રોહિબિશનના ગુનામાં સંડોવણી

Share

 

ભરૂચ :

Advertisement

શ્રાવણ માસના તહેવારોને પગલે ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છ પ્રોહિબિશનના ગુનામાં ફરાર લિસ્ટેડ બુટલેગરને અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી ઝડપી પાડ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા હજાત ગામે પોતાના ઘરે આવ્યો છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક હજાત ગામે પહોંચી તેના ઘરે તપાસ હાથ ધરતાં દશરથ ઉર્ફે દશુ વસાવા મળી આવ્યો હતો.

પોલીસે તેને ઝડપી લઈ વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની હાંસોટ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં દશરથ ઉર્ફે દશુ વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લાના પાંચ અને સુરત ગ્રામ્ય જિલ્લાના એક મળી કુલ છ પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. વધુમાં આરોપીની પ્રોહિબિશનના કુલ 34 ગુનામાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

અંકલેશ્વર : પીરામાણ ખાતે મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફુટબોલ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ, આગામી ૨૫ તારીખથી યોજાશે ટુર્નામેન્ટ..!!!

ProudOfGujarat

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

ProudOfGujarat

ઝઘડીયા નેત્રંગ રેલ્વે ભુતકાળનું સંભારણુ બનવાના આરે આદિવાસી પટ્ટીની સુવિધા લુપ્ત થવાની વાતે જનતા ચિંતીત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!