ભરૂચ: ભરૂચ જિલ્લામાં નાગરિકોને તેમના ગામની નજીક જ વિવિધ સરકારી સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સેવાસેતુ 2.1’ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં કુલ 52 ક્લસ્ટર બનાવી વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓ અને જાહેર સ્થળોએ કેમ્પ યોજવામાં આવશે.
ક્લસ્ટર પદ્ધતિ હેઠળ આશરે 8થી 16 ગામોને એક ક્લસ્ટરમાં આવરી લેવામાં આવશે. મુખ્ય ગામ ઉપરાંત આસપાસના સંકળાયેલા ગામોના નાગરિકોને પણ એક જ સ્થળે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તેવું આયોજન કરાયું છે.
કેમ્પમાં આવક, જાતિ, નોન-ક્રિમીલેયર, વિધવા, વરિષ્ઠ નાગરિક, ડોમિસાઇલ અને રહેઠાણ પ્રમાણપત્ર સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવું, નામ કે અન્ય વિગતોમાં સુધારો, વિવિધ પેન્શન યોજનાઓ, શિષ્યવૃત્તિ તેમજ પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ સહિતની કામગીરી સ્થળ પર કરવામાં આવશે.
તાલુકાવાર આયોજન મુજબ ભરૂચમાં નવેઠા, મનુબર, નંદેલાવ અને નિકોરા, વાગરામાં મુલેર, જોલવા, પીપલીયા, વસ્તિખંડાલી, વરેડીયા અને ટંકારીયા ખાતે કેમ્પનું આયોજન કરાયું છે. આમોદમાં ભેંસલી, સાયખા, દોરા અને દાંદા, જ્યારે જંબુસરમાં બુવા, તણછા, સામોજ, કહાનવા અને કલીયારી ખાતે કેમ્પ યોજાશે.
અંકલેશ્વરમાં આંબોલી, સુરવાડી, ભરણ, સેંગપુર, ડોલીયા અને ભાણખેતર, હાંસોટમાં છપરા, બાકરોલ, કતપોર અને તાલુકા પંચાયત કચેરી ખાતે, જ્યારે વાલીયામાં ઈલાવ, પંડવાઈ, સીલુડી અને રૂંધા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝઘડિયામાં ભરાડીયા, ડહેલી, પઠાર, જબુગામ, વણાકપોર, અવિધા અને જેસપોર તથા નેત્રંગમાં દધેડા, દુ.હરીપરા, દુમાલા બોરીદરા, અશા, ચાસવડ, કાકડકુઈ અને નેત્રંગ સહિતના સ્થળોએ કેમ્પ યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પોતાના ક્લસ્ટરના નિર્ધારિત સ્થળે જરૂરી પુરાવાઓ સાથે ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાલુકાવાર સેવા સેતુ કેમ્પ
| તાલુકો | તારીખ | સ્થળ | આવરી લેવાતા ગામો |
|---|---|---|---|
| ભરૂચ | 21/08 | પ્રાથમિક શાળા, નવેઠા | 17 |
| 25/08 | પ્રાથમિક શાળા, મનુબર | 15 | |
| 28/08 | પ્રાથમિક શાળા, નંદેલાવ | 17 | |
| 03/10 | પ્રાથમિક શાળા, નિકોરા | 15 | |
| વાગરા | 22/08 | મુલેર | 13 |
| 25/08 | જોલવા | 21 | |
| 28/08 | પીપલીયા | 12 | |
| 01/10 | વસ્તિખંડાલી | 11 | |
| 05/10 | પ્રાથમિક શાળા, વરેડીયા | 13 | |
| 08/10 | પ્રાથમિક શાળા, ટંકારીયા | 13 | |
| આમોદ | 25/08 | પ્રાથમિક શાળા, દોરા | 10 |
| 01/10 | ભેંસલી | 10 | |
| 01/10 | પ્રાથમિક શાળા, દાંદા | 15 | |
| 08/10 | સાયખા | 11 | |
| જંબુસર | 22/08 | પ્રાથમિક શાળા, સામોજ | 12 |
| 25/08 | પ્રાથમિક શાળા, કહાનવા | 8 | |
| 28/08 | પ્રાથમિક શાળા, કલીયારી | 17 | |
| 05/10 | પ્રાથમિક શાળા, બુવા | 15 | |
| 08/10 | પ્રાથમિક શાળા, તણછા | 12 | |
| અંકલેશ્વર | 18/08 | પ્રાથમિક શાળા, આંબોલી | 12 |
| 22/08 | પ્રાથમિક શાળા, સુરવાડી | 9 | |
| 23/08 | પ્રાથમિક શાળા, ભરણ | 14 | |
| 28/08 | પ્રાથમિક શાળા, સેંગપુર | 10 | |
| 01/10 | પ્રાથમિક શાળા, ડોલીયા | 15 | |
| 08/10 | પ્રાથમિક શાળા, ભાણખેતર | 15 | |
| હાંસોટ | 24/08 | પ્રાથમિક શાળા, કતપોર | 12 |
| 30/08 | પ્રાથમિક શાળા, છપરા | 8 | |
| 01/10 | પ્રાથમિક શાળા, બાકરોલ | 10 | |
| 01/10 | તાલુકા પંચાયત કચેરી, હાંસોટ | 14 | |
| વાલીયા | 22/08 | પ્રાથમિક શાળા, સીલુડી | 10 |
| 25/08 | પ્રાથમિક શાળા, રૂંધા | 10 | |
| 03/10 | પ્રાથમિક શાળા, ઈલાવ | 9 | |
| 08/10 | પાંડુકેશ્વર વિદ્યામંદિર, પંડવાઈ | 11 | |
| ઝઘડિયા | 22/08 | પ્રાથમિક શાળા, વણાકપોર | 14 |
| 23/08 | પ્રાથમિક શાળા, અવિધા | 16 | |
| 25/08 | પ્રાથમિક શાળા, જેસપોર | 20 | |
| 28/08 | પ્રાથમિક શાળા, ભરાડીયા | 10 | |
| 01/10 | પ્રાથમિક શાળા, ડહેલી | 10 | |
| 05/10 | પ્રાથમિક શાળા, પઠાર | 9 | |
| 08/10 | પ્રાથમિક શાળા, જબુગામ | 10 | |
| નેત્રંગ | 21/08 | પ્રાથમિક શાળા, ચાસવડ | 10 |
| 23/08 | પ્રાથમિક શાળા, કાકડકુઈ | 6 | |
| 25/08 | પ્રાથમિક કુમાર શાળા, નેત્રંગ | 11 | |
| 28/08 | પ્રાથમિક શાળા, દધેડા | 22 | |
| 01/10 | પ્રાથમિક શાળા, દુ.હરીપરા | 16 | |
| 01/10 | પ્રાથમિક શાળા, દુમાલા બોરીદરા | 21 | |
| 07/10 | પ્રાથમિક શાળા, અશા | 8 | |
| — | અન્ય સરકારી શાળાઓ | — |
