Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

Share

આજરોજ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કામરેજ તાલુકાની લસકાણા પ્રાથમિક શાળામાં સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ 1 થી 8 માં નવા ભરતી થનાર શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક આર દરજી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રચાર્ય જગદીશભાઈ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, બિપીનભાઈ વસાવા, તાલુકા સંઘના પ્રમુખ અસ્વિન પટેલ, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. સ્થળ પસંદગીના અંદર નવા આવનાર શિક્ષકોએ બોર્ડ ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે જગ્યાઓ પસંદ કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી ડૉ.દિપક આર દરજીએ જરૂરી સૂચનો આપેલ હતા. આ ભરતી કેમ્પના અંદર સુરત જિલ્લામાંથી કુલ 1 થી 5 માં 28 માંથી 26 હુકમ 2 ગેરહાજર, ભાષામા 12 માંથી 11 હુકમ 1 ગેરહાજર, ગણિત વિજ્ઞાનમાં 16 માંથી 14 હુકમ 2 ગેરહાજર, સામાજિક વિજ્ઞાનમાં 27 માંથી 24 હુકમ 3 ગેરહાજર આમ 83 માંથી 75 હુકમ સ્થળ ઉપર આપવામાં આવેલા હતા જ્યારે 8 ગેરહાજર રહ્યા હતા આમ ભરતી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપક આર દરજીએ અખબારી યાદીમાં જણાવેલ હતુ. જયારે શાળામા આચાર્ય જીતુભાઇ આહીર, કાનજીભાઈ દ્વારા સુંદર સુવિધા પુરી પાડી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

ProudOfGujarat

1 ઓકટોબરથી બદલાઇ જશે ક્રિકેટના આ નિયમ, ICC એ કરી જાહેરાત…

ProudOfGujarat

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!